← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સંગમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝૂંપડી નાની ભલે, પણ સાવ રાજી સંગમાં,
બાજરાનો રોટલો ને ખેત-ભાજી સંગમાં.

જીતવામાં એકલા તો રાજ પણ સૂનું લગે,
હારવાની પણ મજા, જો હોય બાજી સંગમાં.

ઓટલે બેસી કરે છે ગામની વાતો બધી,
દાંત ના, તોયે હસે છે ચાર માજી સંગમાં.

સાંજ પડતાં આંગણે ભેગી થતી શેરી બધી,
ચા ગરમ, ભજિયાં ગરમ, ને વાત તાજી સંગમાં.

આ પરાગે જિંદગીથી એટલું જાણ્યું ખરું,
સ્વર્ગ ખપતું ના, રહે બે દોસ્ત પાજી સંગમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #સંગાથ #સંતોષ #મિત્રતા #ગામડું #પરાગરતનપરા
#GujaratiGhazal #Togetherness #Contentment #Friendship #VillageEvenings #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશિખામણઆગલો લેખ →મૌનમાં