← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કોને ધરું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખમાં ભેગી કરી મેં વેદના, કોને ધરું?
હોઠ પર થંભેલ મારી પ્રાર્થના, કોને ધરું?

મિત્ર સઘળા વ્યસ્ત છે, ને ફોન પણ બીઝી બધા,
સાંજ પડતાં ઊભરાતી ભાવના, કોને ધરું?

ઈશ પણ ઊભા હતા વીઆઇપીની હારમાં,
સાવ સાદી ફૂલ જેવી અર્ચના, કોને ધરું?

બાપની છાતી હતી, ત્યાં ઠાલવી દેતો બધું,
એ ગયા, તો આંસુઓની યાચના કોને ધરું?

છે પરાગે ફૂલ જેવી જિંદગી જીવી ખરી,
આખરી પળની સુગંધી કામના કોને ધરું?

– પરાગ રતનપરા

#ગઝલ #એકલતા #પ્રાર્થના #પિતા #વેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #Prayer #MissingFather #Longing #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપહેલો પ્રેમઆગલો લેખ →રક્ષાબંધન અને કૉલેજ