← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાંદની

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભથી ઊતરી ઓઢણી ચાંદની,
ગામ આખે ઢળી લાગણી ચાંદની.

ઝૂંપડાની પડે ભીંત પર રાતભર,
છાપરું આજ તો ચાળણી, ચાંદની!

રાત આખી ખળામાં રહી જાગતી,
ખેડુના ધાન પર છાવણી ચાંદની.

તું હતી, હું હતો, ને હતી નાવડી,
હાથમાં હાથની માગણી, ચાંદની.

આ પરાગે ભરી ખોબલે ખોબલે,
ને કરી શબ્દમાં રોપણી ચાંદની.

– પરાગ રતનપરા

#ગઝલ #ચાંદની #પૂનમ #ગામડું #પ્રણય #પરાગરતનપરા
#GujaratiGhazal #Moonlight #FullMoonNight #VillageLife #Romance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહસતા ચહેરાઆગલો લેખ →એલાર્મનું ગીત