રેતમાં
બાળકે બાંધ્યો હતો કેવો મિનારો રેતમાં,
એક મોજે ફેરવી નાખ્યો નજારો રેતમાં.
લોક મોતીની તલાશે ડૂબકી ઊંડી દિયે,
મેં વસાવ્યો શંખમાં મારો ઉતારો રેતમાં.
આંગળીથી નામ તારું સાંજના લખતો હતો,
આપણો એ પણ હતો કેવો પનારો રેતમાં!
ઝાંઝવાં દેખાડતું રણ, ને તરસતો કાફલો,
આંખમાં દરિયો છતાં ના કો સહારો રેતમાં.
રેતમાં પણ આ પરાગે ફૂલની વાવી સુગંધ,
થોરના કાંટે ય ખીલ્યાં ત્યાં હજારો રેતમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #રેતી #દરિયો #ક્ષણભંગુર #રણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sand #Seashore #Impermanence #Desert #ParagRatanpara