← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બોલમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મા હજી જીવંત મારી પારણાંના બોલમાં,
ગામ આખું સંઘરાયું આંગણાંના બોલમાં.

બાળકો બોલે ભલે ભાષા વિદેશી રોફથી,
પણ પ્રણય તો થાય છે ત્યાં ઓઢણાંના બોલમાં.

રાતભર દાદી કહેતી વારતા જે ઠારમાં,
હૂંફ એની સાચવી છે તાપણાંના બોલમાં.

ગામડું આપે સદાયે આવકારો મીઠડો,
‘આવજો’ ઝૂલે હજીયે બારણાંના બોલમાં.

આ પરાગે ગીતનો લય શોધવા ચાલ્યો બધે,
તાલ સાચો તો હતો બસ વેલણાંના બોલમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #માતૃભાષા #ગુજરાતી #ગામડું #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #MotherTongue #GujaratiLanguage #VillageRoots #Mother #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅખતરોઆગલો લેખ →સાપસીડી