← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અખતરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હર કદમ પર એક જોખમ, હર વળાંકે એક ડર,
તોય ચાલે છે મુસાફર, ના કદી છોડે સફર;
મંઝિલો તો કોઈના પણ ભાગ્યમાં ક્યાં છે લખી?
રોજ જે કરતો અખતરો, રાહમાં છે ત્યાં જ ઘર.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમનડું ચોરી ગયોઆગલો લેખ →બોલમાં