મનડું ચોરી ગયો
એક નજરના પલકારામાં મનડું ચોરી ગયો રે,
કોણ હતો એ પરદેશી, મને કોરી કોરી ગયો રે.
પાણીડાં ભરવા ગઈ'તી હું, ગાગર છલકી ગઈ,
ઘૂંઘટ પાછળ આંખ્યું મારી અધવચ અટકી ગઈ;
પાછું વળીને જોયું ત્યાં તો ધૂળની ડમરી થયો રે…
એક નજરના પલકારામાં…
સાંજ પડે ને સૂની સૂની ઓસરીએ હું બેસું,
પવન આવે તો પૂછું એને: ‘એનો સંદેશો દેશું?’
ચાંદો પણ આજે મારા પર હસતો હસતો ગયો રે…
એક નજરના પલકારામાં…
પરાગ કહે: આ મનડું તો છે પંખીની જાત,
એક વાર ઊડી જાય તો પાછું ન આવે હાથ;
ચોર તો ચાલ્યો, પણ ઘરમાં અજવાળું મૂકી ગયો રે…
એક નજરના પલકારામાં…
– પરાગ રતનપરા