ના જોઈએ
ઊગવું, ખરવું ફરી? આ પારણું ના જોઈએ,
ખેલ પૂરો, રંગમંચે બારણું ના જોઈએ.
આ જનમની યાદ પણ ભારે પડે છે આજ તો,
આવતા ભવનું હવે સંભારણું ના જોઈએ.
મા વિનાના આ જનમમાં કોણ લેશે આરતી,
અન્ય હાથોનું હવે ઓવારણું ના જોઈએ.
ગામ છોડ્યું, ઘર ગયું, ને ઓટલો વેચાઈ ગ્યો,
ફ્લૅટ દસમે માળ છે, ત્યાં આંગણું ના જોઈએ.
આ પરાગે તો ગઝલમાં હૂંફ સઘળી સાચવી,
એટલે ઠંડી શિશિરમાં તાપણું ના જોઈએ.
– પરાગ રતનપરા
#ગઝલ #પુનર્જન્મ #મોક્ષ #મા #વિરક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Rebirth #Liberation #Mother #Detachment #ParagRatanpara