હું બનું
ઝાડ પર કોમળું પાંદડું હું બનું,
ગામને છેડલે ઝૂંપડું હું બનું.
રોશની મ્હેલની ના મને જોઈએ,
માતના ચૂલમાં લાકડું હું બનું.
ના બનું બંગલો, ના બનું ટાવરો,
ગાર-માટી તણું ખોરડું હું બનું.
રાતના ઠારમાં ધ્રૂજતું બાળ જો,
હૂંફનું એક બસ કાપડું હું બનું.
આ પરાગે ન મોટા થવું છે કદી,
રાહ પર ઝૂલતું ફૂલડું હું બનું.
– પરાગ રતનપરા
#ગઝલ #નમ્રતા #સાદગી #ગામ #સેવા #પરાગરતનપરા
#GujaratiGhazal #Humility #SimpleLife #Village #Service #ParagRatanpara