← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાગ્ય છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રેખા હથેળીની કહે: ‘આ તો જ મારું ભાગ્ય છે’,
ને કર્મ બોલ્યું: ‘પાડ પરસેવો જ તારું ભાગ્ય છે’.

તારાં નસીબે રાત છે, તો ચાંદ થઈ ઝગમગ બની,
રોતાં રહીને કાં કહે છે, ‘આ જ ખારું ભાગ્ય છે’?

માટી હતો, બાએ મને ટીપી, તપાવ્યો આગમાં,
એ ઘડતરે જે ઘાટ દીધો, એ જ પ્યારું ભાગ્ય છે.

જોષી કહે છે: ‘ગ્રહ નડે, દે દક્ષિણા, તો ઠીક છે’,
પૈસા ગણી બોલ્યો પછી: ‘હા, ઠીક, સારું ભાગ્ય છે!’

પૂછ્યું પરાગે ફૂલને: ‘કરમાઈ જાશે કાલ તું’,
બોલ્યું હસી: ‘આજે હસું, તો એ જ ન્યારું ભાગ્ય છે’.

– પરાગ રતનપરા

#ગઝલ #ભાગ્ય #કર્મ #પુરુષાર્થ #ઘડતર #પરાગરતનપરા
#GujaratiGhazal #Destiny #Karma #HardWork #LiveToday #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસાથે ગયુંઆગલો લેખ →ઇકતારો