કુલ ૨૦૨૨ લેખ · પાનું ૪૦ / ૪૧
ઊંઘ ના આવી જ રાતે, કામ લાગી આ ગઝલ, એ રિસાણી એક વાતે, કામ લાગી આ ગઝલ.
હોર્ન, હોહા, ને ધુમાડો, આ નગરમાં ઊંઘ ક્યાં? રોજ ગોળીબાર, હત્યા, આ ખબરમાં ઊંઘ ક્યાં?
તું મળી ત્યાંથી અમારી આજ ઝોળી ન્યાલ છે, રંગ ના, તોયે રમાતી રોજ હોળી, ન્યાલ છે.
પ્રેમ પણ પીડા બને છે આટલું ધાર્યું ન’તું, મિત્ર પણ ઘા દઈ જશે, એ કેટલું ધાર્યું ન’તું.
લાજ, શંકા ને રિવાજો જાગતાં’તાં વાટમાં, તોય તેં માંડી નજર મારી તરફ આ હાટમાં.
હાય, હેલો, થૅન્ક્સ, સૉરી, એટલું બોલું, યુ નો, માતૃભાષા ‘ઓલ્ડ’ લાગે, એટલે ભૂલું, યુ નો.
કાગળોની નાવ, તરતું બાળપણ ક્યાંથી હવે? આંસુ સાચાં, હાસ્ય સાચું, ભોળપણ ક્યાંથી હવે?
પીઠ પર દફ્તર નથી, પણ આ ખભાનો થાક છે, ઊંઘમાં પણ દોડતો હું, એ દિશાનો થાક છે.
ચાતકે ચાંચ ખોલી, ગગન ઝરમરે, ધૂળની ગંધ પીતો પવન ઝરમરે.
સાવ સૂનું થઈ ગયું આ આંગણું તારા પછી, કોઈ ખખડાવે નહીં એ બારણું તારા પછી.
પ્રવાસી બધા, ને જગત આ ઉતારો, નદી છે સમય, ક્યાં મળે છે કિનારો?
રાહ જોઉં છું સવારે, આવશે ક્યારેક તો, નાવ પાછી એ કિનારે આવશે ક્યારેક તો.
હું સરળ થઈ ગ્યો બધી યે ઝંખના છોડ્યા પછી, શ્વાસ પણ હળવા થયા, સૌ કામના છોડ્યા પછી.
આયખું દોડ્યું સતત, પણ ઝાંઝવે પાણી નથી, આભ ગાજ્યું રાતભર, ને વાદળે પાણી નથી.
નથી સોનું, નથી ચાંદી, અમારે તો કલમ મૂડી, ગઝલના બે ચરણ, ને એમનો ઝીણો મરમ મૂડી.
નથી ઘર કે નથી ઉંબર, અમારું ગગન સરનામું, ભમું ખુશ્બૂ બની જ્યાં ત્યાં, હવે છે પવન સરનામું.
હજી પણ મજાની કહાણી અધૂરી, નદીની હજી છે રવાની અધૂરી.
આજ હરખે આંખ છલકે, ઝાપટાં ઝીલાય ના, દીકરી આવી પિયરમાં, ભામણાં ઝીલાય ના.
એક પળ ભીની નજરથી સાંભરે, એ પૂરતું, ભીડમાં ખોવાયલો પણ ઓળખે, એ પૂરતું.
થવાનું તે થવાનું છે, બધીયે ફિકર છોડી દે, ગયું તે ગ્યું, હવે પાછળ વળેલી નજર છોડી દે.
તું ગયો ’તો દૂર, તોયે શ્વાસના સોગંદ લઈ, રાહ જોઉં ઘાટ પર હું, પ્યાસના સોગંદ લઈ.
નવું ને નવું છે સભામાં મહોરું, ખુદાની ય સામે દુવામાં મહોરું.
આપણે તો આપણી રીતે જ ગાતા મોજમાં, ભૂખ લાગે તો ફકીરી, ધૂળ ખાતા મોજમાં.
ફાગણે ફૂટ્યો વગડ આ, ખાખરાનો રંગ છે, ઢોલ ઢમકે, ગામ ઝૂમે, વાહ! કેવો સંગ છે!
ઘરે જે વહી, એ નદી સ્ત્રી હતી, બધો ભાર ઝીલે, ધરા સ્ત્રી હતી.
રોજ વાંચું છું હજી પણ દીકરાના કાગળો, આવતા’તા એક-બે, બસ વાયદાના કાગળો.
નયનમાં લાજ, ને હોઠે છુપાયો રાગ ઘૂંઘટમાં, બળે છે નવવધૂના ગાલ પર શી આગ ઘૂંઘટમાં!
ગીરના ડુંગર ઉપરની પ્રીતડી એ સાંભરે, ચાંદની પીતી નદીની રાતડી એ સાંભરે.
ઉઘાડું આભ સામે છે, ઘણું છે જિગર પાંખોમાં, ચરણમાં ધૂળ છે તો શું, હવે છે શિખર પાંખોમાં.
ખરેખર ખજાના હતા એ દિવસ, ગલીના તરાના હતા એ દિવસ.
રૂસણું છોડી સવારે માનિની માની જશે, ગાજશે, ઝબકારશે, ને દામિની માની જશે.
આજ પણ દીવાલ બોલે બાપુજીના અક્ષરે, ને રડે છે આંખ આ તો દીકરીના અક્ષરે.
તિજોરી છે ભરી, તોયે મને આ દામ ઓછું છે, ઘણું મોટું થયું છે નામ, તોયે નામ ઓછું છે.
જાગતો રાખે મને, ને લાલસા દોડાવતી, ઊંઘમાં પણ સ્વપ્ન થઈને એષણા દોડાવતી.
બધાને હસીને કહું છું: મજામાં, ભલે તૂટતો, પણ રહું છું મજામાં.
ઘણું બોલ્યો, ઘણું લખ્યું, ઘણો વિસ્તાર મિથ્યા છે, ધરમને નામ ધંધો છે, બધો વ્યાપાર મિથ્યા છે.
ફરીથી પાંગરી છે આ અમારી પ્રીત ઘડપણમાં, લખે છે ડોસલો ડોશી ઉપર તો ગીત ઘડપણમાં.
રેતમાં પાણી બનાવા ઝાંઝવાં યત્નો કરે, પાનખરમાં ડાળ ઝાલી પાંદડાં યત્નો કરે.
ભટકતો આમ ક્યાં લગ તું? ઘરે જાશે, અરે મનવા? ઉછીના સૂર લઈ ક્યાં લગ નવું ગાશે, અરે મનવા?
એ ગયાં ને રહી લાગણી રક્તમાં, મા તણી સાચવી ઓઢણી રક્તમાં.
આંખમાં તું, શ્વાસમાં તું, તોય ન્યારો કોયડો, હું ઉકેલું જેમ, થાતો એમ પ્યારો કોયડો.
બજારે ભાવ બોલાતા, હવે ઈમાન વેચાયું, નિશાળો પણ બની ‘ઍકેડમી’, ને જ્ઞાન વેચાયું.
તું નથી, તો પણ મને આ જાગવાની ટેવ છે, મંદિરે જઈને ય મારે માગવાની ટેવ છે.
ભલે આજે ઉદાસી હો, હશે શું કાલ હરિ જાણે, ન પૂછો કોઈને દિલનું, ખરું શું હાલ હરિ જાણે.
ઘણાં વર્ષો થયાં બેઠી, ઉઘાડું દ્વાર રાખીને, હજી શબરી પ્રતીક્ષામાં, નયનમાં ધાર રાખીને.
ખરો સાથ એ, જે મળે આપમેળે, ન ગાંઠે જ બાંધ્યો, ભળે આપમેળે.
ન પૂછ્યો કદી, એ જ મોટો સવાલ, જલે ઓરડે રોજ થઈને મશાલ.
રાત ઢળતાં ઘાવ જૂના બારણે આવી ચડે, રૂઝ આવી ગઈ છતાં કો' કારણે આવી ચડે.
તને ઠંડ ત્યાં જો નડી જાય તો? હૃદય પર કશું પણ અડી જાય તો?
નથી દોડવું, બસ ફરીશું નિરાંતે, હવે ઘર તરફ પણ વળીશું નિરાંતે.