હતા એ દિવસ
ખરેખર ખજાના હતા એ દિવસ,
ગલીના તરાના હતા એ દિવસ.
નિશાળે જવામાં હતો તાવ રોજ,
મધુર એ બહાના હતા એ દિવસ.
ઝરૂખે હતી તું, ગલીમાં અમે,
નજરના દિવાના હતા એ દિવસ.
નહોતા કશે ફોન કે સ્ક્રીન કો,
સ્વજનના જમાના હતા એ દિવસ.
પરાગે કિતાબે છુપાવ્યાં ગુલાબ,
સુગંધી પુરાણા હતા એ દિવસ.
– પરાગ રતનપરા
#ગઝલ #ભૂતકાળ #સ્મરણ #પહેલોપ્રેમ #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #GoodOldDays #Nostalgia #FirstLove #SchoolDays #ParagRatanpara