કાગળો
રોજ વાંચું છું હજી પણ દીકરાના કાગળો,
આવતા’તા એક-બે, બસ વાયદાના કાગળો.
એક ખેડૂતે ગુમાવ્યું ખેત, ધક્કા ખાય છે,
હાથમાં ભીનાં થયેલાં કાયદાના કાગળો.
તેં લખેલા શબ્દ પર મેં જિંદગી આખી ધરી,
આજ સમજાયું: હતા એ ઝાંઝવાના કાગળો.
રોજ ‘ઇનબૉક્સે’ ભરાતા ઑફરોના ઢગ જુઓ,
પ્રેમ ક્યાં? બસ ‘સેલ’ ને બસ ફાયદાના કાગળો.
આ પરાગે પાંખડી પર મ્હેકથી લખ્યું, અને
ફૂલ વાંચે રોજ એવા વાયરાના કાગળો.
– પરાગ રતનપરા
#ગઝલ #કાગળ #પત્ર #વાયદા #અમલદારશાહી #પરાગરતનપરા
#GujaratiGhazal #Letters #BrokenPromises #Bureaucracy #DigitalAge #ParagRatanpara