ઘૂંઘટમાં
નયનમાં લાજ, ને હોઠે છુપાયો રાગ ઘૂંઘટમાં,
બળે છે નવવધૂના ગાલ પર શી આગ ઘૂંઘટમાં!
દિયરના રંગથી બચવા ભલે ભાભી ઢળી નીચે,
થયાં ગાલો ગુલાબી, ને રમાયો ફાગ ઘૂંઘટમાં.
ભલે બદલી સદી, ઊડે વિમાને દીકરીઓ, પણ
હજી પણ કેટલી વહુઓ છુપાવે દાગ ઘૂંઘટમાં.
બધું છોડ્યું, સખી-ઝૂલો, ગલી, ગરબો, છતાં ગોરી
છુપાવી સાથ લાવી’તી પિયરનો બાગ ઘૂંઘટમાં.
ગઝલ પણ નવવધૂ જેવી, નમેલી આંખ, શરમાતી,
છુપીને શેરમાં બેઠો સુગંધ-પરાગ ઘૂંઘટમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘૂંઘટ #નવવધૂ #લાજ #સ્ત્રીવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #TheVeil #NewBride #Modesty #HiddenPain #ParagRatanpara