← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એ સાંભરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગીરના ડુંગર ઉપરની પ્રીતડી એ સાંભરે,
ચાંદની પીતી નદીની રાતડી એ સાંભરે.

નેસડાને ઝાંપલે ઊભી હતી બેડાં ભરી,
એ નમેલી પાંપણો ને આંખડી એ સાંભરે.

ગામમાં ઊડી હતી જે આપણી ઝીણી કથા,
આજ ડેલીએ ગવાતી વાતડી એ સાંભરે.

બંગલો, ગાડી, બગીચો, ઝુમ્મરો, સૌ છે અહીં,
ગારની, લીંપેલ, બાની ઝૂંપડી એ સાંભરે.

આ પરાગે ‘ફ્લેટ’માં રોપ્યાં ગુલાબો કુંડમાં,
ધેનુ વળતી, ધૂળ ઊડે, સાંજડી એ સાંભરે.

– પરાગ રતનપરા

#ગઝલ #ગીર #સૌરાષ્ટ્ર #ગામનીયાદ #પ્રીત #પરાગરતનપરા
#GujaratiGhazal #Gir #Saurashtra #VillageMemories #RusticLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકાંટાઆગલો લેખ →વરતારો