આવશે ક્યારેક તો
રાહ જોઉં છું સવારે, આવશે ક્યારેક તો,
નાવ પાછી એ કિનારે આવશે ક્યારેક તો.
ઓસરીમાં દીકરાની રાહ જોતી બા કહે:
‘લાડલો મારા પુકારે આવશે ક્યારેક તો.’
પાનખરમાં ઝાડ ઊભું છે ભરોસાના બળે,
કૂંપળો મનમાં વિચારે: ‘આવશે ક્યારેક તો.’
એ હજી પણ સાંજ ઢળતાં દીવડો બારી ધરે,
જ્યોતના નાના ઇશારે આવશે ક્યારેક તો.
આ પરાગે રોજ બાંગી પ્રેમની બે પંક્તિઓ,
એ ખુદા ખુદ પણ મિનારે આવશે ક્યારેક તો.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #શ્રદ્ધા #માનીરાહ #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #Faith #MothersHope #Hope #ParagRatanpara