મજામાં
બધાને હસીને કહું છું: મજામાં,
ભલે તૂટતો, પણ રહું છું મજામાં.
હતા ખાટલે બાપુ, ફોને કહે કે:
‘ન ચિંતા કરે તું, સહું છું મજામાં.’
બરફમાં જવાને લખાવ્યું ઘરે કે:
‘ન ઠંડી, ન ડર, મા, શ્વસું છું મજામાં.’
ભલે રાતભર ના મળે ઊંઘ, તોયે
ઇમોજી ધરીને દઉં છું ‘મજામાં’.
પરાગે ગુમાવ્યાં બધાં ફૂલ, તોયે
હવામાં હજી હું વહું છું મજામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #મજામાં #છુપાયેલુંદુઃખ #પિતા #સૈનિક #પરાગરતનપરા
#GujaratiGhazal #IAmFine #HiddenPain #FathersLove #SoldiersLetter #ParagRatanpara