← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મિથ્યા છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણું બોલ્યો, ઘણું લખ્યું, ઘણો વિસ્તાર મિથ્યા છે,
ધરમને નામ ધંધો છે, બધો વ્યાપાર મિથ્યા છે.

ગયો ચારેય ધામે, ગંગમાં ન્હાયો ઘણી વેળા,
ન ધોયું મન, પછી ગંગાજળો ને ધાર મિથ્યા છે.

તમે આવ્યાં નહીં, તો આ વસંતો, ચાંદ ને તારા,
સજેલી સેજ, આ વેણી, હવે શણગાર મિથ્યા છે.

ગરીબોને જમાડ્યા, ને સભામાં ભાષણો કીધાં,
છપાવ્યું નામ જ્યાં, ત્યાં તો બધો ઉપકાર મિથ્યા છે.

પરાગે ફૂલ છોડ્યું, ને હવાનો હાથ ઝાલ્યો, ત્યાં
હવે જાણ્યું, મને ડાળી તણો આધાર મિથ્યા છે.

– પરાગ રતનપરા

#ગઝલ #સત્ય #દંભ #ધર્મનોધંધો #આત્મચિંતન #પરાગરતનપરા
#GujaratiGhazal #Truth #Hypocrisy #FalsePiety #SelfReflection #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશ્યામ, રૂબરૂ આવઆગલો લેખ →ઘડપણમાં