← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોજમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપણે તો આપણી રીતે જ ગાતા મોજમાં,
ભૂખ લાગે તો ફકીરી, ધૂળ ખાતા મોજમાં.

મંચ, તાળી, હાર, તોરા, કોઈ ના માગ્યા કદી,
એકતારો હાથમાં, ને ગામ જાતા મોજમાં.

નાવ તૂટી, ને કિનારો દૂર ખોવાયો ભલે,
ડૂબતા, તોયે તરંગો સાથ ન્હાતા મોજમાં.

ચાર જણ ખભ્ભે ઉપાડી લઈ જશે અંતે મને,
ત્યાંય હસતા, ગીત ગાતા, રાખ થાતા મોજમાં.

આ પરાગે ફૂલ છોડ્યું, ના કશું લીધું ભલા,
મ્હેક થઈ બસ વાયરાની સાથ વાતા મોજમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #મસ્તી #ફકીરી #મોજ #બેફિકરાઈ #પરાગરતનપરા
#GujaratiGhazal #CarefreeSoul #FakirSpirit #JoyOfLiving #Mastī #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમહોરુંઆગલો લેખ →શબ્દનું કિરણ