← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છોડી દે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

થવાનું તે થવાનું છે, બધીયે ફિકર છોડી દે,
ગયું તે ગ્યું, હવે પાછળ વળેલી નજર છોડી દે.

હથેળી, જન્મપત્રી ને ગ્રહો ગણતો ફરે શાને?
કરમ કર તું, ગ્રહો-નક્ષત્ર કેરી અસર છોડી દે.

ઝરણ પૂછે નહીં રસ્તો, વહે છે ગીત ગાતું એ,
ભલા, તું પણ વહી જા ને, ગણેલી સફર છોડી દે.

હજી છે શ્વાસ બાકી તો, મજાથી જીવ ગાતો જા,
ખરીદેલી, સજાવેલી, અમીરી કબર છોડી દે.

પરાગે ફૂલને કીધું: ખરી જાવું નિયત છે, તો
મજાથી ખીલ, ને આવે-ન-આવે ભમર, છોડી દે.

– પરાગ રતનપરા

#ગઝલ #ચિંતામુક્તિ #કર્મ #વર્તમાન #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #LetGoOfWorry #LiveInTheMoment #Karma #Acceptance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખયાદ છે ને?આગલો લેખ →કૂણી પગલી