વેચાયું
બજારે ભાવ બોલાતા, હવે ઈમાન વેચાયું,
નિશાળો પણ બની ‘ઍકેડમી’, ને જ્ઞાન વેચાયું.
ગવાતાં ગામને ચોરે, મફતમાં ગીત જે મીઠાં,
હવે ‘રીમિક્સ’ થઈ મોંઘું, ટિકિટથી ગાન વેચાયું.
સમારંભે ઘણી શાલો, ઘણા તોરા, ઘણી તાળી,
ખરીદ્યું ‘સ્પોન્સરે’ સઘળું, ખરું તો માન વેચાયું.
ગણાવ્યું દાન મંદિરમાં, ચણાવી નામની તકતી,
ખુદા સામે જ ખુલ્લેઆમ, લ્યો, આ દાન વેચાયું.
પરાગે કાચની શીશી મહીં ભાળ્યાં ગુલાબોને,
હવા પણ કેદ થઈ ગઈ, ને બધુંયે ભાન વેચાયું.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #બજારવાદ #શિક્ષણ #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Commercialisation #EducationForSale #Hypocrisy #ParagRatanpara