← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધાર્યું ન’તું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમ પણ પીડા બને છે આટલું ધાર્યું ન’તું,
મિત્ર પણ ઘા દઈ જશે, એ કેટલું ધાર્યું ન’તું.

ગામ છોડીને નગરમાં ઘર વસાવ્યું, તો ખરું,
ગામ સાંભરશે મને પણ એટલું ધાર્યું ન’તું.

ભાત છોડ્યો, ખાંડ છોડી, તેલ છોડ્યું, ઘી બધું,
તોય કાંટે આંકડો એ જેટલું ધાર્યું ન’તું!

મા ગયાં, પેટી ઉઘાડી, સાડલે બાંધેલ’તું
બાળપણનું આ ભરેલું પોટલું ધાર્યું ન’તું.

ફૂલ તો દી એકનું, પણ આ પરાગી વાયરો
ઘર ઘરે મ્હેકી જશે, એ તેટલું ધાર્યું ન’તું.

– પરાગ રતનપરા

#ગઝલ #અણધાર્યું #જીવનનાઆશ્ચર્ય #મા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Unexpected #LifeSurprises #MothersTreasure #Humor #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમહેમાનઆગલો લેખ →મન વેપારી