← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓછું છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તિજોરી છે ભરી, તોયે મને આ દામ ઓછું છે,
ઘણું મોટું થયું છે નામ, તોયે નામ ઓછું છે.

વસાવ્યા ફ્લેટ ને ફાર્મો, ખરીદ્યાં ખેતરો સઘળાં,
ગમે ના ક્યાંય, લાગે છે બધે આ ગામ ઓછું છે.

પથારી રેશમી, ગાદી મુલાયમ, ઓરડો ઠંડો,
છતાં ઊંઘે નહીં આંખો, હજી આરામ ઓછું છે.

ભરી પીધા સુરાના જામ પર જામો, છતાં સાકી,
તરસ એવી રહી ભીતર, હજી આ જામ ઓછું છે.

પરાગે મ્હેક વેરી સૌ, ગયો ફૂલો સુધી તો પણ,
હવે ઉપવન કહે છે: ‘મ્હેકનું આ કામ ઓછું છે.’

– પરાગ રતનપરા

#ગઝલ #અસંતોષ #લોભ #તૃષ્ણા #જીવનસત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Discontent #Greed #EndlessDesire #NeverEnough #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહીંચકાનું કડુંઆગલો લેખ →ધરતીનો સાડલો