← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્યાંથી હવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાગળોની નાવ, તરતું બાળપણ ક્યાંથી હવે?
આંસુ સાચાં, હાસ્ય સાચું, ભોળપણ ક્યાંથી હવે?

રાતભર ધાબે ચડીને હાથ લંબાવ્યા કરું,
ચાંદને પકડી શકું એ ગાંડપણ ક્યાંથી હવે?

મેઘ ગાજે, તોય છત્રી સાથમાં રાખી ફરું,
ભીંજવા દોડી જવાનું ઘેલપણ ક્યાંથી હવે?

તારલા ખરતા ગણીને રાત આખી જાગતા,
ઊંઘ વેચી જે ખરીદ્યું, જાગરણ ક્યાંથી હવે?

આ પરાગે જોઈ લીધી જાતને ઘરડી થતી,
ફૂલ જેવું, મ્હેક જેવું નાનપણ ક્યાંથી હવે?

– પરાગ રતનપરા

#ગઝલ #બાળપણ #ભોળપણ #સ્મરણ #મોટાથવું #પરાગરતનપરા
#GujaratiGhazal #Childhood #LostInnocence #Nostalgia #GrowingUp #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખયુ નોઆગલો લેખ →થાક છે