← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અધૂરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હજી પણ મજાની કહાણી અધૂરી,
નદીની હજી છે રવાની અધૂરી.

કમાયો ઘણું, ને ગણી નોટ આખી,
છતાં જીવ કેરી કમાણી અધૂરી.

પિતાએ ઘસી જાત, ઘરને સજાવ્યું,
રહી એમની તો જવાની અધૂરી.

નથી શ્યામ આવ્યા, ન મેવાડ છૂટ્યું,
રહી પ્રીતમાં એ દિવાની અધૂરી.

પરાગે ભલે સાત બાગો સજાવ્યા,
રહી તોય મ્હેકી નિશાની અધૂરી.

– પરાગ રતનપરા

#ગઝલ #અધૂરપ #પિતા #મીરાં #જીવનસત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Incompleteness #FathersSacrifice #Meera #LifeTruths #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆપમેળેઆગલો લેખ →સપનામાં મેળો