હાટમાં
લાજ, શંકા ને રિવાજો જાગતાં’તાં વાટમાં,
તોય તેં માંડી નજર મારી તરફ આ હાટમાં.
સૌ દુકાનો ત્રાજવાં લઈ તોળતી’તી લાગણી,
એક તું વેચાઈ ના કો ભાવમાં કે ઘાટમાં.
ફૂલ, દીવો, આરતી પણ મૂલવાતાં’તાં અહીં,
દેવ પણ બેઠા હતા વેચાઈને ત્યાં પાટમાં.
ભીડમાં ખોવાઈ ગઈ’તી ચીસ મારી, તોય પણ
સાંભળી મેં હાક તારી એ જ ઘોર ઉચાટમાં.
આ પરાગે હાટ છોડ્યું સાવ ખાલી હાથ લઈ,
તોય તારી મ્હેક સૂતી સાથ મારી ખાટમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #બજાર #લોકલાજ #અણમોલપ્રીત #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveInTheMarket #PricelessLove #SocialNorms #Longing #ParagRatanpara