કુલ ૨૦૨૨ લેખ · પાનું ૨ / ૪૧
જિંદગીની દોડમાં સૌ જાતને ભૂલી ગયા, સૂર્ય જોયો, આવનારી રાતને ભૂલી ગયા.
ન ચાલ્યો રાજમાર્ગે હું, સ્વયંની મેં ઘડી કેડી, ઘણી ઠોકર ખમી ત્યારે, મને આખર જડી કેડી.
નયન આ સજળ થઈ ટપક્યા કરે છે, હૃદયમાં હજી તું ચમક્યા કરે છે.
આ જમાનામાં સહજ થઈ જીવવું અઘરું પડે, જે ગયું, તેને હસીને છોડવું અઘરું પડે.
પાંપણો પર એક ક્ષણ બસ રાતનું ઝાકળ હતું, મન કહે તું આવશે, એ વાતનું ઝાકળ હતું.
રોજ જોઉં આયનો ને શોધતો હું કોણ છું, ભીડમાં સૌને મળીને પૂછતો હું કોણ છું.
ગયો આવવાનો, જવાનો સમય, દવા ક્યાં હવે? છે દુઆનો સમય.
દિવાલો, છત અને બારી, ચણેલું ઘર નથી હોતું, ઘણા ફોટા, ઘણાં ઝુમ્મર, સજેલું ઘર નથી હોતું.
શબ્દ આપોઆપ ગાશે, ગીત ભીતર હોય તો, આંખ પણ બોલી શકે, જો પ્રીત ભીતર હોય તો.
ગયો તીરથે, એ નજરમાં હતો, ન મંઝિલ મહીં, એ સફરમાં હતો.
રાત વીતી, ને સવારે આંગણે આ પાનખર, ખડખડે છે પાંદડાં ને બારણે આ પાનખર.
ભૂખ દે તો, હે ખુદા, તું આશ થોડી આપજે, દર્દ દે તો રાતના પણ હાશ થોડી આપજે.
ન બોલ્યા, છતાં સૌ હવાઓ કહે છે, હતી તું અહીં, એ દિશાઓ કહે છે.
સરી ગઈ સહેલી, ખબર ના પડી, ઢળી ગઈ હવેલી, ખબર ના પડી.
જીત વેળા ના પધારે, હાર ત્યારે આવજે, ઉત્સવે ના, દુઃખનો જ્યાં ભાર, ત્યારે આવજે.
ઘણું ખોયું, છતાં થોડું બચાવ્યું, એ ગનીમત છે, તિમિરમાં કોડિયું નાનું જગાવ્યું, એ ગનીમત છે.
આભમાં જ્યાં ઝૂકતી એ વાદળીમાં તું જ તું, શ્યામની હોઠે અડેલી વાંસળીમાં તું જ તું.
આજ જીવે ના જરા, ને કાલની ચિંતા કરે, ખોપરી ખાલી, છતાં એ વાળની ચિંતા કરે.
તું મળી એ પળે, બાવરો થઈ ગયો, રંગમાં શ્યામના સાંવરો થઈ ગયો.
ખોરડાં કાચાં હતાં, પણ આંખમાં સપનાં હતાં, આભને આંબી જવાનાં પાંખમાં સપનાં હતાં.
ઝૂંપડીના બાળની આ એક નાની ભૂખ છે, શેઠની મ્હેલાતમાં પણ ક્યાંક છાની ભૂખ છે.
વેરની, અભિમાનની એ ગાંઠ જૂની છોડ તું, કોઈ જ્યાં ના રાહ જોતું, વાટ સૂની છોડ તું.
રાત લાંબી, તેલ ખૂટ્યું, રોશની ક્યારે થશે? ઝૂંપડીના આંગણે પણ ચાંદની ક્યારે થશે?
ઓસરીનો હીંચકો પણ ક્યાંય ઝૂલે ચા વગર? શાયરો પણ મંચ પર જઈ શેર ભૂલે ચા વગર.
કોઈ ઝીણો દીવડો ટમટમ બળે છે ભીતરે, ઘર ભલે અંધારમાં, પણ ઝળહળે છે ભીતરે.
ઘાવ પર હળવે મલમ જે ચોપડે, તે પણ સમય, ને પછી એ ઘાવ પર ઠોકર જડે, તે પણ સમય.
ગ્રંથમાં જે પણ લખેલું, ક્યાંય પણ જડ્યું નહીં, ઠોકરોએ જે ભણાવ્યું, ચોપડે ચડ્યું નહીં.
નદી એક છાંટે દિવાની થઈ ગઈ, કિનારે કિનારે કહાની થઈ ગઈ.
ફાઈલો પર ચા ઢળી છે, કામ? કાલે આવજો, બાબુજી આજે રજા પર, નામ? કાલે આવજો.
ગયો વર્ષો પછી ગામે, પુરાણું ઘર હજી ત્યાં છે, ઘસાયેલો, ખરેલો, ધૂળિયો ઉંબર હજી ત્યાં છે.
વાયદા તારા સજનવા, કેટલા મોટા હતા, સ્પર્શતાં જે ફૂટતા'તા, સાબુ-પરપોટા હતા.
આંસુઓ ભીતર ભરી સંસારમાં હસ્યા કરો, દર્દ હો કે ઘાવ હો, દરબારમાં હસ્યા કરો.
રાતભર ગપ્પાં લડાવે એ મજાનો ભાઈબંધ, હું પડું તો દોડતો આવે દિવાનો ભાઈબંધ.
મોંઘવારીના નગરમાં પળ મહીં ખૂટ્યો પગાર, માસ આખો રાહ જોવી, ને સરી છૂટ્યો પગાર.
શેર મારા, ગઝલ, ઢંગ ચોરી ગયા, મંચ પરથી પછી રંગ ચોરી ગયા.
આજ છાપું ધૂંધળું, અક્ષર ફરે ચશ્માં વિના, બાળપણ ચોખ્ખું છતાં આંખે તરે ચશ્માં વિના.
બધા માર્ગ છે બસ ઇશારા સુધી, પછી એક રસ્તો તમારા સુધી.
પારણે સૂતો હતો હું ત્યાં જ દાદાની સલાહ, દૂધ પીવું કે નહીં, એમાંય મામાની સલાહ.
ગયો દૂર, તોયે ગલી સાંભરે છે, ઝરૂખે હતી તું, ઘડી સાંભરે છે.
ઝૂંપડીમાં બાળ ભણ્યો, રાત અજવાળું થયું, આ અભણ ઘરમાં નવું પરભાત, અજવાળું થયું.
ઘણા ઘાવ, છાલે ભરેલી હથેળી, છતાં રોજ રોટી ધરેલી હથેળી.
આ વસંતે બાગમાં તું પણ રમીને આવજે, વાદળોની જેમ થોડું તું નમીને આવજે.
‘મા’ કહું તો લોક હસતાં, ‘મોમ’ બોલું, કૂલ યાર, ફી ભરી છે લાખ, મોંઘી, નામ મોટું, સ્કૂલ યાર.
નગર આખું ઝળકતું છે, નગરનો શ્વાસ મૃગજળ છે, અહીં હર આંખમાં તરતી, તરસની આશ મૃગજળ છે.
ન ઝોળી, ના કમંડળ, હાથ પણ ખાલી, ફકીરી છે, નશો છે નામનો, ને હાથમાં પ્યાલી, ફકીરી છે.
ગૂંચ ઉકલે ત્યાં નવી, આ કોયડો છે જિંદગી, બ્હાર ખુલ્લું આભ, ભીતર ઓરડો છે જિંદગી.
ચલો, આ બાગ માટે, આજ થોડા પવન થઈ જઈએ, અજાણ્યાં આંસુ જો દેખાય, એનું જતન થઈ જઈએ.
અમે એક ઝીણા ઇશારે જશું, નદી જેમ પેલે કિનારે જશું.
હાથ મેળવતા રહો, પણ સજ્જનોથી સાવધાન, પીઠ પાછળ જે હસે, એ સાજનોથી સાવધાન.
હાથ લાખો સ્પર્શતાં, પણ એકલો છું ભીડમાં, કોઈ પૂજે, કોઈ ઠોકે, બાવલો છું ભીડમાં.