← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફકીરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન ઝોળી, ના કમંડળ, હાથ પણ ખાલી, ફકીરી છે,
નશો છે નામનો, ને હાથમાં પ્યાલી, ફકીરી છે.

બધાંને દે દુઆ, પોતે રહે છે હાથ ફેલાવી,
ન સત્તા કે ન સગપણ, બસ ખુદા ઝાલી, ફકીરી છે.

નથી મંદિર, નથી મસ્જિદ, ફરે છે એ ગલીઓમાં,
ઉગાડે બાગ સૌ માટે, જગત-માલી ફકીરી છે.

કદી કાંટા, કદી પથ્થર, કદી રણ, તો કદી દરિયો,
ન નકશો, ના દિશા, પણ જે સતત ચાલી, ફકીરી છે.

‘પરાગે’ જાત ઓગાળી, ન રાખ્યું નામ પણ મારું,
ન ઘર, ના ઠામ, તોયે આ ધરા વ્હાલી, ફકીરી છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ફકીરી #સૂફી #ઇબાદત #વૈરાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Sufi #Dervish #Detachment #Devotion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખાટલીઆગલો લેખ →ચાંદો ને ભરતી