← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જડ્યું નહીં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગ્રંથમાં જે પણ લખેલું, ક્યાંય પણ જડ્યું નહીં,
ઠોકરોએ જે ભણાવ્યું, ચોપડે ચડ્યું નહીં.

લાખ કાંટા રાહમાં, ને તોય ચાલ્યા છે ચરણ,
ને અમારી ચાલને પથ્થર કદી નડ્યું નહીં.

આંખમાં વરસો સુધી દરિયો ભરી બેઠું હતું,
કોણ જાણે કેમ આ હૈયું કદી રડ્યું નહીં?

તાજ માટે, રાજ માટે, સૌ મરી ફીટ્યા અહીં,
પ્રેમ જેવી વાત માટે કોઈ પણ લડ્યું નહીં.

શબ્દને મેં જિંદગીભર ટાંકણે કોર્યા, ‘પરાગ’,
ને મને મારા જ શબ્દોએ કદી ઘડ્યું નહીં.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવનનાપાઠ #અનુભવ #પ્રેમ #શબ્દ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeLessons #Experience #Love #Wordsmith #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆ ફાગણમાં તારો વારોઆગલો લેખ →દિવાની નદી