← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દિવાની નદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નદી એક છાંટે દિવાની થઈ ગઈ,
કિનારે કિનારે કહાની થઈ ગઈ.

હતી ધૂળ જે આંગણે રાતદિન,
હવે એ જ અત્તર-નિશાની થઈ ગઈ.

તપેલી ધરા જોઈ રડતો કિસાન,
હવે તો નજર એ સુહાની થઈ ગઈ.

અગાસી ઉપર એક કન્યા હતી,
પલળતાં પલળતાં રુહાની થઈ ગઈ.

‘પરાગે’ જરા મેઘ ગાયો, તરત
ગઝલ સાવ ભીની, મજાની થઈ ગઈ.

– પરાગ રતનપરા

#ગઝલ #વરસાદ #ચોમાસું #નદી #ખેડૂત #પરાગરતનપરા
#GujaratiGhazal #Monsoon #RainPoetry #RiverInSpate #FarmersJoy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજડ્યું નહીંઆગલો લેખ →નળિયાં પર પગલાં