કરે છે
નયન આ સજળ થઈ ટપક્યા કરે છે,
હૃદયમાં હજી તું ચમક્યા કરે છે.
પલળતી હતી તું, સખી, જે ગલીમાં,
હજી ત્યાં જ પગલાં ભટક્યા કરે છે.
ઘટા રાતના જ્યાં ગરજતી ગગનમાં,
ઝરૂખે છબી ત્યાં ઝબક્યા કરે છે.
નદી સાવ સૂકી પડી ગામની, પણ
સ્મરણના કિનારા છલક્યા કરે છે.
પરાગે તને સાચવી છે ગઝલમાં,
હવે શબ્દ સૌ ત્યાં મલક્યા કરે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વરસાદ #સ્મરણ #પ્રેમ #ચોમાસું #પરાગરતનપરા
#GujaratiGhazal #MonsoonMemories #Longing #LovePoetry #Rain #ParagRatanpara