← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીડમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથ લાખો સ્પર્શતાં, પણ એકલો છું ભીડમાં,
કોઈ પૂજે, કોઈ ઠોકે, બાવલો છું ભીડમાં.

લાઇનો લાંબી હતી, હું રોજ ઊભો તાપમાં,
જિંદગીભર ના થયો હું આગલો, છું ભીડમાં.

ઉત્સવોની રોશની ને આરતીની ઝાલરો,
ઝગમગાટે ટમટમું, હું દીવલો છું ભીડમાં.

પક્ષની રેલી મહીં હું બૂમ પાડું રાતદિન,
નામ મારું ના છપાતું, પાછલો છું ભીડમાં.

આ ‘પરાગે’ ગામની માટી ભરી છે ભીતરે,
ઠારતો સૌની તરસ, એ માટલો છું ભીડમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #ભીડ #એકલતા #સામાન્યમાણસ #ઓળખ #પરાગરતનપરા
#GujaratiGhazal #LonelyInCrowd #CommonMan #Identity #UrbanLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆંખનું કાજળઆગલો લેખ →તું નથી