← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થોડી આપજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભૂખ દે તો, હે ખુદા, તું આશ થોડી આપજે,
દર્દ દે તો રાતના પણ હાશ થોડી આપજે.

ભરભરીને દે ભલે ગ્રંથો, ભલે ડિગ્રી મને,
જાણવાની તોય મનમાં પ્યાસ થોડી આપજે.

ફાસ્ટ ફૂડો રોજ ખાતો, તોય ઓ ભગવાન, તું
ગામડે જમવા જઉં તો છાશ થોડી આપજે.

તું ભલે આપે ઘણી સત્તા જગતમાં, હે ખુદા,
તેજ ઘોડાને ય હાથે રાશ થોડી આપજે.

આ પરાગે ફૂલ પ્લાસ્ટિકનાં નિહાળ્યાં ઘર મહીં,
હે ખુદા, તુલસી તણી તું વાસ થોડી આપજે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રાર્થના #ઈશ્વર #સાદગી #હળવીવ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #SimpleWishes #Humility #GentleSatire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમોટાભાઈઆગલો લેખ →કહે છે