← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કહે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન બોલ્યા, છતાં સૌ હવાઓ કહે છે,
હતી તું અહીં, એ દિશાઓ કહે છે.

નમી ડાળ, ને ફૂલ ખીલ્યાં અચાનક,
અડી તું હતી, એ લતાઓ કહે છે.

અહલ્યા બની રાહ જોતી રહી જે,
કથા રાહની એ શિલાઓ કહે છે.

ધરે છપ્પનો ભોગ હરરોજ મંદિર,
ઘણાં બાળ ભૂખ્યાં, ધજાઓ કહે છે.

પરાગે કહી ના કદી વાત પોતે,
સુગંધે સુગંધે કથાઓ કહે છે.

– પરાગ રતનપરા

#ગઝલ #મૌનનીભાષા #પ્રકૃતિ #પ્રતીક્ષા #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #SilentLanguage #NatureSpeaks #Waiting #Empathy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખથોડી આપજેઆગલો લેખ →ખબર ના પડી