← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોરી ગયા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શેર મારા, ગઝલ, ઢંગ ચોરી ગયા,
મંચ પરથી પછી રંગ ચોરી ગયા.

બાંધવા બંધ નેતા પધાર્યા, અને
કાંકરી, રેત ને સંગ ચોરી ગયા.

ઓટલે સાંજના ગીત ગાતા હતા,
ફોન આવી હવે ચંગ ચોરી ગયા.

સરહદે જઈ શહીદો થયા સૈનિકો,
જીત ઉજવી અમુક જંગ ચોરી ગયા.

બાગમાં ફૂલ ખીલ્યાં, ‘પરાગે’ કહે:
‘સૌ ભમર મ્હેક ને અંગ ચોરી ગયા.’

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ચોરી #ભ્રષ્ટાચાર #સાહિત્યચોરી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Plagiarism #Corruption #StolenCredit #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખચાવીઆગલો લેખ →ક્યાંક