← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સલાહ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પારણે સૂતો હતો હું ત્યાં જ દાદાની સલાહ,
દૂધ પીવું કે નહીં, એમાંય મામાની સલાહ.

ગીત ગાવું'તું મને, પણ ઘર બધું ભડકી ગયું,
‘કર કમાણી, છોડ ગાવું!’ — રોજ કાકાની સલાહ.

લગ્નનું નક્કી થયું ત્યાં ગામ આખું ઘેર, ને
કુંડળી, ગ્રહ, ને ઉપરથી રોજ માસાની સલાહ.

દર્દ ના ઓછું થયું તો આશ્રમે દોડ્યા અમે,
પાંચસો લઈ, એક દોરો, સાથ બાબાની સલાહ.

કાળ ફરતો, ને હવે દાદો થયો છું ખુદ ‘પરાગ’,
પૌત્ર મારો દૂર ભાગે, જોઈ નાનાની સલાહ.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #સલાહ #પરિવાર #હાસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #UnsolicitedAdvice #FamilyLife #Humour #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખતમારા સુધીઆગલો લેખ →કવિની અંતિમ યાત્રા