ઘર નથી હોતું
દિવાલો, છત અને બારી, ચણેલું ઘર નથી હોતું,
ઘણા ફોટા, ઘણાં ઝુમ્મર, સજેલું ઘર નથી હોતું.
ભલે ચાકર, ભલે નોકર, ભલે વૈભવ, ભલે ગાડી,
નથી મા રાહ જોનારી, ભરેલું ઘર નથી હોતું.
હજી છે બારણે તકતી, પિતાનું નામ છે એમાં,
નથી માણસ, ન દીવો ત્યાં, લખેલું ઘર નથી હોતું.
હસે જ્યાં બાળ આંગણમાં, ભલે એ ઝૂંપડી નાની,
હૃદય વિણ ઈંટથી કેવળ રચેલું ઘર નથી હોતું.
પરાગે પ્રેમથી સીંચ્યું, થયું ત્યારે જ ઘર તો ઘર,
નહીં તો વારસે આવ્યું, મળેલું ઘર નથી હોતું.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘર #મકાન #પરિવાર #હૂંફ #પરાગરતનપરા
#GujaratiGhazal #HouseVsHome #Family #Belonging #Warmth #ParagRatanpara