← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જૂનું ઘર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગયો વર્ષો પછી ગામે, પુરાણું ઘર હજી ત્યાં છે,
ઘસાયેલો, ખરેલો, ધૂળિયો ઉંબર હજી ત્યાં છે.

હવે તો ગોખલે દીવો નથી, તોયે ધુમાડાની
લકીરે મા લખી ગઈ'તી કશો અક્ષર, હજી ત્યાં છે.

કપાયો આંબલો, ને ગઈ બધી ચકલી, ગયાં બાળક,
અમે જ્યાં બેસતાં'તાં સૌ, જુઓ, પથ્થર હજી ત્યાં છે.

ગયાં સૌ દૂર દેશે, ને ઘરે તાળાં, છતાંયે આ
પિતાજીની પડી ખીંટી પરે ચાદર હજી ત્યાં છે.

ભલે ખાલી, ભલે ખંડેર ઘર જોયું પરાગે, પણ
રડું ત્યાં ફૂંક દેતી મા, હવા-મંતર હજી ત્યાં છે.

– પરાગ રતનપરા

#ગઝલ #જૂનુંઘર #ગામ #મા #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #AncestralHome #VillageMemories #Mother #Nostalgia #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસૂરજ તને સોંપુંઆગલો લેખ →પરપોટા