કુલ ૨૦૨૨ લેખ · પાનું ૪ / ૪૧
સૂરતીની એક ઇચ્છા: ઘી તળેલું જમણ છે, ભૂખ ના હો, તોય થાળી પર ભરેલું જમણ છે.
રાજના ગુણ ગાય, એ તો હોય દરબારી કલમ, ને જમીનો મફતમાં લે, એ જ સરકારી કલમ.
રોજ ફૂલો સીંચતો, ને ચૂપ, માળી સંત છે, જે ગલી વાળે સવારે, ઝાડુવાળી સંત છે.
પાદરે ઊભી હજી, એ સાવ સરકારી નિશાળ, છાપરું તૂટ્યું છતાં, લાગે ઘણી પ્યારી નિશાળ.
સૌ તણું મન રાખવાનો કેટલો આ ભાર છે, હું બધાનો થઈ ગયો ને ક્યાંય ના ઘરબાર છે.
ભલે ના પાંખ દે મુજને, ફકત થોડી હવા દેજે, ભલે ના નાવ દે મુજને, નદીની બસ દિશા દેજે.
એક ટહુકો દે, તરત તુજ આંગણે આવીશ હું, રાત ઠંડી હોય તો, લે, તાપણે આવીશ હું.
રાતભર દીવો સળગતો, ને હવે આ ભોર છે, આભની કાળી કિનારે સોનવરણી કોર છે.
આંસુથી ઝાંખી પડેલી એકલી તસવીર છું, હું વિખેરાયેલ ઘરનું એક ફાટ્યું ચીર છું.
પિતાજી, લખું છું તમોને ટપાલ, અહીં સૌ મજામાં, તમે ત્યાં ખુશાલ?
ન વેરી છું, ન દુશ્મન છું, ફકત થોડી શિકાયત છે, ખુશી દે કે વ્યથા દે તું, બધી તારી ઇનાયત છે.
ક્ષણો રોજ ચાલી, ન છોડી નિશાની, ખબર ના પડી ને વહી ગઈ જવાની.
ઘણા લોક અંદર રડીને હસે છે, ઘણા દીપ જેવા બળીને હસે છે.
રંગ લઈ આવી ગલીમાં કોઈ ટોળી ફાગણે, આંસુઓ સાથે ય ખેલું આજ હોળી ફાગણે.
ભીતરે અજવાસ હો તો ડુંગરો ના જોઈએ, શાંત જળને તાગવા કો’ કાંકરો ના જોઈએ.
જિંદગીના વાક્યમાં તું એક અલ્પવિરામ છે, તું મળે તો શ્વાસને પળભર જરા આરામ છે.
વર્ષથી પડતર પડી છે માગણી ટેબલ ઉપર, ને પડી છે ધૂળમાં સૌ લાગણી ટેબલ ઉપર.
લે, તને આ ગાઈ દીધું એક ગાણું, જો ગમે, આ નવું ઊગ્યું ગગનમાં તો વહાણું, જો ગમે.
પર્વતે ભટકી રહેલી, એક વાણી છું હજી, કોઈએ ના સાંભળી એવી કહાણી છું હજી.
ભલે આ દીપ ઓલાયો, હજી અજવાસ બાકી છે, ભલે ઘર ભીંત તૂટી, પણ હજી વિશ્વાસ બાકી છે.
લીમડો છે એ જ આંગણ, ડાળ પર માળો નથી, ઓસરી સૂની, હવે ત્યાં કોઈનો ચાળો નથી.
પ્રથમ મેઘ, લઈ જા પ્રિયાને ખબર, નથી ફોનમાં નેટ, ઠપ છે નગર.
ન મંદિરનું, ન મસ્જિદનું, અમારું ગામ સૌનું છે, અઝાં ને આરતી ગુંજે, અહીં આ ધામ સૌનું છે.
ઝળકતા રહે છે સિતારા નદીમાં, અને ડૂબકી લે મિનારા નદીમાં.
નવી ગાડી, નવું ઘર ને, ચળકતી કાર હપ્તે છે, હવે તો મોલમાં મળતો ગુલાબી પ્યાર હપ્તે છે.
હતો એક દી’ હુંય પણ નૌજવાન, વળી પીઠ, ખેંચેલ જાણે કમાન.
બે અબોલા, ને હવે તો આજ ઝાંઝર ચૂપ છે, સાંજથી ના કોઈ આવ્યું, દ્વાર-ઉંબર ચૂપ છે.
આંખ મીંચી છે છતાં એ જાગતો દેખાય છે, ભીડમાં ઊભો છતાં એ ભાગતો દેખાય છે.
બધે દોડ, ચિંતા, બધે બસ તણાવ, ન છાંયો, ન વિશ્રામ, ના કો’ પડાવ.
હું નથી ઘરમાં છતાં આ ઓરડો જોયા કરે, છાપરે બેસી, હજી એ કાગડો જોયા કરે.
તમારી જ તસવીર નોટે ગમે, બાપુ, ચડે હાર, નેતા બધા ત્યાં નમે, બાપુ.
નગરમાં ઓરડી ભાડે, અને આ રાત ભાડે છે, અહીં તો શ્વાસ પણ ભાડે, હવે તો જાત ભાડે છે.
ગળે માળા, તિલક માથે, હકીકતમાં મદારી છે, ભજનમાં ભક્તને ડોલાવતો, અંદર શિકારી છે.
એ જ શેરી, એ જ મિત્રો, એ લખોટી યાદ છે, હાથ પર ઝીંકેલ માસ્તરની જ સોટી યાદ છે.
શેર પૂરો પણ થયો ના, ત્યાં જ ખાલી વાહ વાહ, મંચ પર નેતા પધાર્યા, ખૂબ તાલી વાહ વાહ.
હોઠ ના બોલે કશું, બોલે ઇશારો આંખમાં, ડૂબતો’તો, ત્યાં જ દીઠો મેં કિનારો આંખમાં.
કોણ જાણે મોત કઈ ક્ષણ, કઈ સવારે આવશે, સાંજના કે રાતના, કે કો’ કિનારે આવશે.
પથ્થરો તોડી ઘણા, ત્યારે ઘડાયો ટાંકણે, રોજ ઘા ઝીલ્યા અને આખો ઘવાયો ટાંકણે.
શ્વાસના ગજથી અમે બસ રોજ માપી જિંદગી, ને સમયની કાતરે તો આમ કાપી જિંદગી.
એ પ્રણયની વાતડી, એ રાત મીઠી ક્યાં રહી? ભીંતમાં સંતાડતાં’તાં, એ જ ચિઠ્ઠી ક્યાં રહી?
જે હતો મારો સગો, એ સાવ ખોટો થઈ ગયો, સાથ જે માન્યો હતો, એ માત્ર ફોટો થઈ ગયો.
ઓ ઉપરવાળા, જરા નીચે તમાશો જોઈ લે, ઝૂંપડીમાં ભૂખનો એનો નિસાસો જોઈ લે.
સાવ સૂનું લાગતું આ આંગણું તારા વગર, રોજ ખખડે છે, ન ખૂલે બારણું તારા વગર.
તું ન આવી, તોય તારી રાહ જાગ્યા રાતભર, ભીંતની ઘડિયાળમાં ડંકા જ વાગ્યા રાતભર.
સાંજ ઢળતાં યાદ તારી મંદ ઝરમર ઊતરી, આંખ મીંચી તો હૃદયના સાવ અંદર ઊતરી.
બાળપણમાં તો હતી બસ એક દોરી હાથમાં, ને યુવાનીમાં રહી ગઈ નોંધ કોરી હાથમાં.
ઝૂંપડીમાં કોઈ હસતું, એટલે અજવાસ છે, દીવડો તો ઠીક, એના હોઠ પર આકાશ છે.
આ નગરમાં પણ મને બોલાવતું પાદર હજી, રાતભર વાગ્યા કરે છે ગામની ઝાલર હજી.
શબ્દ મારો રોટલો, ને શબ્દ મારું નીર છે, ભૂખ ને તૃષ્ણા વણીને ઓઢવાનું ચીર છે.
જિંદગી ખુલ્લી કથા છે, સૌ કહે, શો સાર છે? આંસુએ ભીંજેલ પાનાંનો ઘણો વેપાર છે.