પાદર હજી
આ નગરમાં પણ મને બોલાવતું પાદર હજી,
રાતભર વાગ્યા કરે છે ગામની ઝાલર હજી.
ગોરજે ગાયો વળે ને ધૂળ ઊડે સાંજની,
ને હવામાં રણકતું એ કોઈનું ઝાંઝર હજી.
ડોલરોની ગણતરીમાં દૂર બેઠો દેશથી,
ને નખોમાં ધૂળ, આંખે બાપનું ખેતર હજી.
બાળપણનો એક પડઘો સાંભળું છું સાંજના,
સાદ પાછો વાળતો એ ગામનો ડુંગર હજી.
આ પરાગે ગામ છોડ્યું, ગામ ના છોડે મને,
ફાટલી તોયે ગરમ છે માતની ચાદર હજી.
– પરાગ રતનપરા
#ગઝલ #ગામ #વતન #પરદેશ #ઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Homeland #VillageLife #Diaspora #Nostalgia #ParagRatanpara