← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શબ્દ મારો રોટલો, ને શબ્દ મારું નીર છે,
ભૂખ ને તૃષ્ણા વણીને ઓઢવાનું ચીર છે.

દીપ બાળી રાતભર ને રક્તથી લખ્યા કરું,
વાહ બોલી સૌ ગયા, ક્યાં કોઈ પણ ગંભીર છે?

બાજરાના રોટલા જેવી ગઝલ હો તો મજા,
આ બજારે તો બધે બસ ખોખલી તકરીર છે.

એક શબ્દે આગ લાગે, એક શબ્દે ઝળહળે,
શબ્દ પોતે છે મલમ, ને શબ્દ પોતે તીર છે.

આ પરાગે શબ્દ ચાખ્યા, લઈ સુગંધી ભૂખને,
કોઈને એ ઝેર લાગે, કોઈને એ ખીર છે.

– પરાગ રતનપરા

#ગઝલ #શબ્દ #કવિતા #સર્જન #કવિકર્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #PowerOfWords #Poetry #CreativeStruggle #PoetsLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપાદર હજીઆગલો લેખ →ખુલ્લું પાનું