← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભોર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર દીવો સળગતો, ને હવે આ ભોર છે,
આભની કાળી કિનારે સોનવરણી કોર છે.

કૂકડાએ બાંગ દીધી, ઝાડ પર કલરવ થયો,
ગામમાં ઘર ઘર મહીં ઘંટી તણો કલશોર છે.

જે ગયું ડૂબી, ગયું એ કાલની સાથે બધું,
આજ ઊગેલા કિરણ પર બસ હવે મુજ જોર છે.

ખેતરે ખેડૂત તાકે આભ સામે આશથી,
વાદળી આવી નથી, પણ મન મહીં તો મોર છે.

ઓસથી મુખ ધોઈ ફૂલે આંખ ખોલી, ઓ ‘પરાગ’,
આજની ખુશ્બૂ મહીં તો વાત આખી ઓર છે.

– પરાગ રતનપરા

#ગઝલ #સવાર #નવીઆશા #ગામડું #ખેડૂત #પરાગરતનપરા
#GujaratiGhazal #NewDawn #Hope #VillageMorning #FreshStart #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમંગળ ફેરાઆગલો લેખ →ઉખાણું