ઉખાણું
હું એક ઉખાણું છું —
નવ મહિનાનું.
ભારે ડગલે ચાલતું એક ઘર,
જેની અંદર
કોઈ બીજું ઘર ઝૂલે છે.
હું તરબૂચ, હું માટલું,
હું ફુગ્ગો —
જેમાં કોઈ શ્વાસ ભરે છે
રોજ થોડો થોડો.
રાતે કોઈ અંદરથી
ટકોરા મારે,
જાણે પૂછે: ‘બારણું ક્યારે ખૂલશે?’
લોકો પૂછે છે: ‘છોકરો કે છોકરી?’
હું કહું છું:
‘એક આખી દુનિયા —
જે હજી
મારા ધબકારાથી જ
સમય ગણે છે.’
– પરાગ રતનપરા