હપ્તે છે
નવી ગાડી, નવું ઘર ને, ચળકતી કાર હપ્તે છે,
હવે તો મોલમાં મળતો ગુલાબી પ્યાર હપ્તે છે.
હતી ના ગાંઠમાં કોડી, છતાં ધૂમે લગન કીધાં,
ઘરેણાં, ઠાઠ, વરઘોડો, બધો શણગાર હપ્તે છે.
ઉછીનાં છે ફટાકા ને ઉછીનાં સૌ નવાં કપડાં,
દિવાળી હોય કે હોળી, હવે ત્યોહાર હપ્તે છે.
કફન પણ લોન પર લેશું, ભલે ને આખરે જાવું,
ઉધારે જિંદગી જીવ્યા, બધો સંસાર હપ્તે છે.
હવા, ખુશ્બૂ અને મા — બસ, પરાગે આટલું જાણ્યું,
વિના એ, આ જગતનો તો બધો વ્યવહાર હપ્તે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #હપ્તા #ઉધારીજીવન #દેખાડો #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #EMILife #LivingOnLoans #ShowOff #ParagRatanpara