← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દેખાય છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ મીંચી છે છતાં એ જાગતો દેખાય છે,
ભીડમાં ઊભો છતાં એ ભાગતો દેખાય છે.

જે સભામાં રોજ આપે દાન ને ભાષણ ઘણાં,
એ જ રાતે ઝૂંપડે મત માગતો દેખાય છે.

જે ડરીને ના કદી દરિયે ગયો, એ આજ તો
આંસુઓનાં જળ બધાં યે તાગતો દેખાય છે.

રાતભર ઊંઘેલ ગામે જે સદા ચોકી કરે,
એકલો ઘડિયાળ જેવો વાગતો દેખાય છે.

જે બધું છોડી શકે, એ જીતતો જગ, ઓ ‘પરાગ’,
ફૂલ ખુશ્બૂ દઈ બધું યે ત્યાગતો દેખાય છે.

– પરાગ રતનપરા

#ગઝલ #દેખાવ #દંભ #ચોકીદાર #ત્યાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Appearances #Hypocrisy #Watchman #Renunciation #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમીરાંનો એકતારોઆગલો લેખ →પડાવ