કલમ
રાજના ગુણ ગાય, એ તો હોય દરબારી કલમ,
ને જમીનો મફતમાં લે, એ જ સરકારી કલમ.
લાશની તસવીર પર પણ ‘વ્યૂ’ ગણે છે રાતભર,
દર્દ વેચે છે મસાલે, એ જ અખબારી કલમ.
માન-ચાંદો, હાર, તાળી કાજ છાપે પુસ્તકો,
શબ્દના સોદા કરે, એ સાવ વેપારી કલમ.
ઝૂંપડીમાં એક દીવો, એક ખડિયો, એક કવિ,
ભૂખ વેઠી ના નમે, બસ એ જ ખુદ્દારી કલમ.
આ પરાગે ફૂલની પાંખે લખી છે આ ગઝલ,
મ્હેક જેની, એ પવનની સાવ આભારી કલમ.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #કલમ #પત્રકારત્વ #સાહિત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #ThePen #MediaSatire #WritersIntegrity #ParagRatanpara