સૌને રાજી રાખવાનો ભાર
સૌ તણું મન રાખવાનો કેટલો આ ભાર છે,
હું બધાનો થઈ ગયો ને ક્યાંય ના ઘરબાર છે.
એકને રાજી કરું ત્યાં બીજનું મોં રીસમાં,
જિંદગી દોરી ઉપરનો નટ તણો વેપાર છે.
હા કહું તો હાથ જોડે, ના કહું તો ઝેર થાય,
મૌન રાખું તો ય ટોળું પૂછતું: ‘શું સાર છે?’
આયનો પણ રોજ મારા મુખ ઉપર મ્હોરું ધરે,
સત્ય બોલે એટલી ક્યાં કાચમાં પણ ધાર છે?
થઈ શકું થોડોક મારો તોય બસ છે, ઓ ‘પરાગ’,
સૌ તણા થઈ જાત ખોવી, એ જ મોટી હાર છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સૌનેરાજીરાખવા #મ્હોરાં #આત્મખોજ #જાતનીઓળખ #પરાગરતનપરા
#GujaratiGhazal #PeoplePleasing #BeYourself #MasksWeWear #SelfDiscovery #ParagRatanpara