નિશાની
ક્ષણો રોજ ચાલી, ન છોડી નિશાની,
ખબર ના પડી ને વહી ગઈ જવાની.
હજી યાદ આવે પરીની કથાઓ,
સુવાડી મને જે કહે રોજ નાની.
ઘડી ભીંત પરની અમે બંધ કીધી,
સમય તોય ચાલ્યો, લખી નિજ કહાની.
હતાં સૌ ઘરે, પણ ન વાતો હતી કંઈ,
બધા ફોનમાં ને ઘરે છે વિરાની.
પરાગે ક્ષણોમાં ભરી મ્હેક થોડી,
વહે છે હવામાં હજી એ રવાની.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #ક્ષણ #બાળપણ #નાનીનીવાર્તા #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #FleetingMoments #ChildhoodMemories #Grandmother #ParagRatanpara