← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવીશ હું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક ટહુકો દે, તરત તુજ આંગણે આવીશ હું,
રાત ઠંડી હોય તો, લે, તાપણે આવીશ હું.

આંખ મીંચીને જરા તું યાદ કરજે એ ક્ષણો,
આંસુ થઈને એ જ પળ તુજ પાંપણે આવીશ હું.

બંધ દરવાજા ભલે હો, બંધ હો બારી બધી,
ધૂળ કે અજવાસ થઈને બારણે આવીશ હું.

તું ભલે ભૂલી જજે, હું તો નથી ભૂલ્યો કશું,
કોઈ જૂની યાદના સંભારણે આવીશ હું.

હું પવન સંગાથ ભટકું છું ભલે ને, ઓ ‘પરાગ’,
ફૂલ થઈ ખીલીશ તું, તો એ ક્ષણે આવીશ હું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #પ્રતીક્ષા #યાદ #ટહુકો #પરાગરતનપરા
#GujaratiGhazal #Love #Longing #Memories #AlwaysThere #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતથાગતઆગલો લેખ →ભોળા શંભુ