← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છું હજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પર્વતે ભટકી રહેલી, એક વાણી છું હજી,
કોઈએ ના સાંભળી એવી કહાણી છું હજી.

આંખમાં ઊંડે છુપાવ્યું, તોય છલકી આખરે,
પાંપણે અટકેલ ખારું એક પાણી છું હજી.

બંધ આંખે રોજ ફરતો એ જ ચીલે, ગોળ ગોળ,
હું સમયના ખૂંટડે બસ તેલ-ઘાણી છું હજી.

વર્ષ વીત્યાં, ગામ છૂટ્યું, ભાઈબંધો ક્યાં ગયા?
એ નદીના તીર પરની હું ઉજાણી છું હજી.

ફૂલ ભૂલ્યું, બાગ ભૂલ્યો, તોય મ્હેકું છું, ‘પરાગ’,
રાતના અંધારમાં હું રાતરાણી છું હજી.

– પરાગ રતનપરા

#ગઝલ #અસ્તિત્વ #અધૂરીકહાણી #ભાઈબંધી #રાતરાણી #પરાગરતનપરા
#GujaratiGhazal #Existence #UntoldStory #ChildhoodFriends #StillHere #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજો ગમેઆગલો લેખ →બાકી છે